November 23rd 2012

શબ્દની કાતર

                    શબ્દની કાતર

તાઃ૨૩/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દે શબ્દની કિંમત છે અજાણી,ના કોઇથીય એ અંકાય
સમજીવિચારી શાંન્ત રહેતાં,અંતરની ભાવનાએ પકડાય
.               ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સુખના શબ્દથી સ્નેહ મળે,ને દુઃખના આંસુ આપી જાય
અદભુત આઅતિથીનીકૃપા,જીવને અનેક રીતેમળીજાય
મુંઝવણનો છે સંગ દેહથી,ના કોઇથીય એનાથી છટકાય
પ્રેમનીસાંકળ શબ્દથી વરસે,જે સુખ યાદુઃખ આપી જાય
.              ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સંગાથીનોસાથ મળીજાય,જે જીવનમાં અચાનક મેળવાય
પળનેપકડી સંગેરાખતાં,દુઃખના ડુંગર બહુ દુર ભાગી જાય
પ્રીતની પ્યાલી હાથમાં રાખતાં,સૌ મળવાને આવી જાય
શબ્દનીસાચી સમજપડે જીવને,જે હાથમાં હાથ આપીજાય
.                ………………..શબ્દે શબ્દની કિંમત છે અજાણી.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment