હિન્દુની સાંકળ
. .હિન્દુની સાંકળ
તાઃ૧૮/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
.             .ને  ભાઇબીજની સંગે ઉજવાય છે  દેવદીવાળી
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
.            .ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
.           .ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
.           .ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
.           .ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
…………..એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
.            .ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
.            .ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
.            .જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ,
.             .દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
…………એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
*****************************************************
