November 5th 2020

સાંઇબાબા પધારો

         મારી અરજ સુણી લો – મીતિક્ષા.કોમ 
.           .સાંઈબાબા પધારો    
તાઃ૫/૧૧/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા,જીવપર પરમાત્માની પાવનકૃપા થઈ જાય
સુખસહિત અનંતશાંંતિ મળી જીવનમાં,જે પુ.સંત સાંઇબાબાની કૃપા કહેવાય             
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
પાવનરાહ મળી જીવને નિર્મળભક્તિ કરતા,જ્યાં ૐ શ્રી સાંઈથી સ્મરણ થાય
પ્રેમ મળ્યો મને વ્હાલા સાંઈબાબાનો,જે મને શેરડી ગામે દર્શને બોલાવી જાય
શ્રધ્ધાભાવથી રાહ પકડી ચાલતા,સાંઈબાબાના ગામમાં સમયેજ પહોચીં જવાય
અનંત ભક્તોના આગમનથીજ સમય મને નામળ્યો,જે કળીયુગમાં દુર લઈ જાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
સમયનો અંત થતા પહેલા શેરડીમાં,પાવન કૃપા શ્રધ્ધાએ બાબાના દર્શન થાય
સાંઈબાબાને વંદન કરીને પ્રાર્થના કરી,તમે કૃપા કરી હ્યુસ્ટન આવી મળી જાવ
આવી આંગણે દર્શન દીધા પવિત્રકૃપાએ,જે મારા પવિત્રકુળને આગળ લઈજાય
એવા મારા વ્હાલા પાવનસંત સાંઇબાબા,જગતપર પરમાત્મા તરીખે ઓળખાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
*****************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment