November 25th 2020
*****
*****
. .લક્ષ્મીમાતા
તાઃ૨૫/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા છે અવનીપર,જે જગતપર માતા લક્ષ્મીથી ઓળખાય
દેહ લીધો પવિત્ર ભારત દેશમાં,સંગે પતિ શ્રી વિષ્ણુ ભગવાન કહેવાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજન અર્ચન કરતા,માતા લક્ષ્મીની પાવનકૃપા અનુભવાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સાથમળે,જે કુળને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માકૃપાએ દેહ લીધો ભારતમાં,એ શ્રી વિષ્ણુજીના પત્નીજ કહેવાય
એ માતા લક્ષ્મીના પવિત્ર નામથીજ,જગતમાં ભક્તોથી ઘરમાં પુંજા થાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
લક્ષ્મીમાતાની પાવનકૃપા મળે જીવને,જ્યાં ધનધાન્યની વર્ષા માતાથી થાય
નાઅપેક્ષા નામોહ કે નાકોઇચિંતા માનવદેહને થાય,જ્યાં માની કૃપા થાય
વિષ્ણુ ભગવાન પણ પવિત્રદેહ છે,જેમની પુંજા કરતા માલક્ષ્મી રાજી થાય
ભારતની ધરતી એપવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેકદેહે દર્શન દઈ જાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
******************************************************************
No comments yet.