February 28th 2021

નિખાલસ પ્રેમી

***રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી  પોતાની બંસરી? - MojeMastram***
.            .નિખાલસ પ્રેમી                  

તાઃ૨૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નામાયા નામોહ કે અપેક્ષા અડે,જ્યાં નિખાલસ પ્રેમ મળતો થાય
કુદરતની પવિત્રરાહ મળતા દેહથી,નિર્મળભાવનાથીજ ભક્તિ થાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
જીવને દેહમળે એથયેલકર્મનો સંબંધ,જીવને આવનજાવનથી દેખાય
અવનીપરના આગમનને પ્રેમનો સ્પર્શ,જે દેહને આનંદ આપી જાય
પશુપક્ષીને દુર રાખી માનવદેહ મળે,એ પવિત્ર કૃપાથી જ મેળવાય
પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવથીજ ભક્તિ કરાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
સમયની સાથે ચાલતા મળેલ દેહને,ના કળીયુગની કાતર અડી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જીવને પાવનરાહ બતાવી જાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય
સુખશાંંતિના વાદળસ્પર્શે દેહને,જ્યાં નિર્મળ નિખાલસપ્રેમ મળી જાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
***********************************************************

         

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment