December 5th 2021

દુર્ગામાતાનો પ્રેમ

Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ  
.          .દુર્ગામાતાનો પ્રેમ

તાઃ૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને જીવનમાં દુર્ગામાતાને,વંદન કરીને સ્મરણ કરાય
પવિત્રકૃપા મળે માતાની દેહને,જે ભક્તિની રાહ આપી જાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેશમાં જીવને માનવદેહ મળતા,પરમાત્માની કૃપા થાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટે,જે દેવદેવીઓથી ઓળખાય
મળેલ માનવદેહને હિંદુધર્મનીરાહ મળે,એ પવિત્રકૃપા કહેવાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
દુર્ગામાતા એકૃપાળુમાતા છે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી ઘરમાં વંદન કરતા,પાવનરાહે દેહને જીવન આપીજાય
પવિત્રકૃપાળુ મને વ્હાલા છે માતા,જે શ્રધ્ધાથી સુખ આપીજાય
શ્રધ્ધાભાવથી માતાનુ નામ લખતા,પાવનરાહે પ્રેરણા કરી જાય
...માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
#######################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment