December 14th 2021

શ્રધ્ધાના સંગાથે મળે

 Lohana (લોહાણા) છો? તો આ પેજ Like કરો, - Community | Facebook
.            .શ્રધ્ધાના સંગાથે મળે

તાઃ૧૪/૧૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,સમયની સાથે જીવનમાં લઈ જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મેળવાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સ્પર્શ થાય,જે સમયની સાથે દેહને લઈ જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધા,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં સમયે શ્રધ્ધારાખી જીવન જીવાય
નામોહમાયાનો સંબંધઅડે જીવને,જે સમય સમજીને ચાલતા દેહથી મેળવાય
પરમાત્માની પ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધરમાં ધુપદીપથી પુંજાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 14th 2021

ગૌરીનંદન ગજાનન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media 
.            ગૌરીનંદન ગજાનન

તાઃ૧૪/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં માતાપાર્વતીના પવિત્રસંતાન,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
પિતા શંકરભગવાનના લાડલા દીકરા.જગતમાં વિઘ્નહર્તાથીય ઓળખાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
મળેલ માનવદેહપર પ્રભુ કૃપાકરવા,ભારતદેશમાં દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહ આપીજાય
અનેક પવિત્ર નામથીય ઓળખાય,એ ગૌરીનંદન ગજાનન પણ કહેવાય
માતા પાર્વતીના શ્રીગણેશઅનેકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય 
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મના કોઇપણ પવિત્ર પ્રસંગમાં,પ્રથમ શ્રી ગણેશને ધુપદીપથી પુંજાય
પવિત્ર પરમાત્માનોદેહ છે શ્રીગણેશનો,સંગે પત્નીઓ રિધ્ધીસિધ્ધી કહેવાય 
આશિર્વાદમળે માબાપનાદેહને,એશ્રીગણેશના દીકરા શુભલાભથીઓળખાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાનદીને વહાવીજાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
************************************************************