December 19th 2021

સમયની પાવનરાહ મળે

દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાની આ છે સાચી રીત : આ શુભ સમયમાં કરશો પૂજા તો  થશે
.           સમયની પાવનરાહ મળે

તાઃ૧૯/૧૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
      
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,જે જીવને જગતમાં સમયસાથે લઈ જાય
નાકોઇ મળેલદેહથી કદી દુર રહેવાય,એ સમયની પાવનરાહની સાથે ચલાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જગતપર યુગનો સંબંધમળે મળેલદેહને,એ સમયનીસાથે મળેલદેહને લઈ જાય
નાકોઇ દેહની તાકાત જગતમાં,જે સમયને છોડીને જીવનમાં કદી જીવી જાય
સમયની સાંકળ એપકડે મળેલદેહને,જે જીવનમાં સુખદુઃખની સાથે લઈ જાય
કુદરતની આલીલા મળે અવનીપર,એ મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જીવને પ્રભુનીકૃપાએજ માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
મનુષ્યદેહને ભગવાનનીકૃપાએજ સમયની સમજણપડે,જે પવિત્રકર્મ કરાવીજાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને ભક્તિઆપીજાય
મળેલ માનવદેહના જીવને પ્રભુની કૃપાએ,અંતે જન્મમરણથીમુક્તિ મળી જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
==================================================================
December 19th 2021

પાવનકૃપા પ્રભુની

જ્યારે પ્રભુદર્શનની ઈચ્છા થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે - Navgujarat  Samay | DailyHunt 
.              પાવનકૃપા પ્રભુની 

 તાઃ૧૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતાજ,જીવનમાં પાવનકૃપાજ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં પાવનરાહ મળે,જે પવિત્રજીવન જીવાડી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે.જે સમય સમજીને જીવાય
જગતમાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પ્રભુના જન્મથીજ દેખાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,જે પવિત્રદેહ લઈ આવી જાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ધરમાં પુંજા કરતા,પવિત્ર જીવન જીવાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
જીવનમાં પાવનરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનની પુંજા કરતા,ના અપેક્ષ અડી જાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવનમાં,એ અંતે જીવના દેહને મુક્તિ આપી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.

####################################################