April 6th 2022

સ્કંદમાતાને વંદન

 The fifth form of Navdurga - "Skandamata"
.             સ્કંદમાતાને વંદન

તાઃ૬/૪/૨૦૨૨   (પંચમી નવરાત્રી)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નવરાત્રીના તહેવારમાં,દુર્ગા માતાની કૃપાએ રાસગરબા રમાય
હિંદુતહેવારને શ્રધ્ધાથી ઉજવવા,ભક્તો સમયની સાથે વંદન કરીજાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
પવિત્ર તહેવારમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપની  ધુપદીપથી પુંજા કરાય
નવરાત્રીના પાંચમા નોરતે ગરબે ઘુમીને,સ્કંદમાતાને વંદન કરી જવાય
ભારતની ધરતીને પવિત્રકરી હિંદુ ધર્મથી,જ્યાં પવિત્ર તહેવાર ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળીભક્તોને,જે દુનીયામાં ભક્તોને અનુભવાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
શ્રધ્ધાળુ ભક્તોપર હિંદુધર્મમાં માતાની,પવિત્રકૃપા મળતા સુખમળીજાય
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
એજ માતાની પાવનકૃપા મળે ભક્તને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત માતાની કૃપાથી,જે ઘરમાં ધુપદીપથી ઉજવાય  
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
###########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment