April 18th 2022

કૃપા મળે પરમાત્માની

##ભગવાન બ્રહ્માની ઉપાસના ન કરવા પાછળનું શું કારણ છે? |##

.                              કૃપા મળે પરમાત્માની

  તાઃ૧૮/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપરનુ આગમન મળે દેહથી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતપર જીવને દેહના જન્મ મરણથી,સમયે આગમનવિદાયથી મળતો જાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,અને માનવદેહથી સમયે આગમન થાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે જીવને પ્રેરણા કરી જાય
શ્રધ્ધારાખીને જીવને મળેલ માનવદેહથી,ઘરમાં ધુપદીપ કરી પ્રભુની પુંજાકરાય
......એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતાદેહને મળીજાય
જગતપર નાકોઇ દેહની તાકાત કે,તે સમયથી દુરરહી જીવનમાં કર્મ કરી જાય
મળેલદેહને પ્રભુકૃપાએ પાવનરાહ મળે,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાઅડીજાય
એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહના જીવનમાં પ્રભુનીભક્તિકરાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++