શ્રી રામનવમી
. શ્રી રામનવમી તાઃ૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સમયની સાથે ચાલતા હ્યુસ્ટનના,વડતાલધામના ભક્તો પ્રસંગ ઉજવી જાય પવિત્ર તહેવાર શ્રીરામના જન્મદીવસનો,જે પવિત્ર રામનવમીથી ઓળખાય ....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય. હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જગતમાં,જે માતાપિતાની કૃપાએ જીવનમાં વર્તાય પવિત્ર જીવનસંગીની એસીતાજી થયા,શ્રીરામનેપવિત્રરાહે સંગાથ આપી જાય ભારતદેશની ધરતીને પવિત્ર કરવા ભગવાન,અનેકમાનવદેહથી જન્મ લઈજાય પરમાત્માએ પવિત્રદેહલીધો ભારતમાં,જે શ્રીરામનાનામથી ભુમીપવિત્ર કરીજાય ....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય. વડતાલધામના મંદીરના હ્યુસ્ટનના હરિભક્તો,હિંદુધર્મના તહેવારને વંદી જાય ભગવાન શ્રીરામના જન્મદીવસને,શ્રધ્ધાથી ભક્તો રામનવમીથીજ ઉજવી જાય બજરંગબલી હનુમાન એશ્રીરામના પરમભક્ત હતા,જે લંકાનુ દહન કરી જાય શ્રીરામના પત્નિસીતાને શોધીને હનુમાન,શ્રીરામભાઈલક્ષ્મણને લંકા લાવીજાય ....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય. ################################################################