May 6th 2022

મોહમાયાની સાંકળ

 Moral value stories in Gujarati | saibalsanskaar gujarati
.          .મોહમાયાની સાંકળ  

તાઃ૬/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,દેહને સમયની સાથે રહેવાય 
જગતમાં ના કોઇનીય તાકાત છે,જે સમયથી છટકીને જીવન જીવી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
પાવનરાહે જીવનજીવવા પ્રભુનીકૃપાએ,કળીયુગમાં મોહમાયાથી દુર રહેવાય
મોહમાયાની સાંકળ એ માનવદેહને જકડી જાય,ના કોઇજ દેહથી છટકાય
સમયની સાથે ચાલવા શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
કૃપામળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી છટકીનેજવાય
મળેલદેહને કર્મનોસંબંધ જે જન્મમરણ દઇજાય,એ જીવને સમયસાથે લઈજાય 
સતયુગના સમયમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇથી સમયને છોડાય
પાવનરાહે જીવન જીવવા કળીયુગમાં,શ્રધ્ધાથી દેવદેવીઓની ધરમાં પુંજા થાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
================================================================