May 5th 2022

કૃપાળુ પવિત્ર માતા

 100 Best Images, Videos - 2022 - ગાયત્રી મંત્ર - WhatsApp Group, Facebook Group, Telegram Group
.          .કૃપાળુ પવિત્રમાતા  

તાઃ૫/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ગાયત્રીમાતાની કૃપા મળી જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,માતાનીકૃપાએ સુખ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
પ્રભાતે માતાને શ્રધ્ધાથી વંદનકરતા,પાવનકૃપાથી આશિર્વાદ મળીજાય 
માનવદેહને જીવનમાં શ્રધ્ધાભક્તિથી,પુંજન કરી પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને સમજણનો સંગાથ મળતા,ના કોઇ અપેક્ષા કદી અડીજાય
એજ પવિત્રકૃપા માતાની જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
જગતમાં હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટી,જે દેહનેસુખ આપી જાય
પરમાત્માએ અનેક દેવ અને દેવીઓથી જન્મલીધો,એ પવિત્રકર્મ દઈજાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પવિત્ર દેવદેવીઓની આરતી કરાય
જીવના મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
##############################################################
May 5th 2022

પવિત્રકેડી કલમની

 News & Views :: જાણો, માતા સરસ્વતીને શા માટે કહેવામાં આવે છે જ્ઞાનના દેવી
.           પવિત્રકેડી કલમની

તાઃ૫/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં સમયને નાપકડાય કોઇથી,એ કુદરતની કેડી કહેવાય
પાવનરાહે જીવનજીવવા સમયનીસાથે ચલાય,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ સમયે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
કુદરતની આલીલા અવનીપર જે સમયથી દેખાય,નાકોઇ દેહથી કદી દુર રહેવાય
જગતમાં પવિત્ર કલમની કેડી મળે માનવદેહને,જે પવિત્રમાતાની કૃપાએજ ચલાય 
માતાની કૃપાએ અવનીપર કલમનાપેમીઓને,રચનાના વાંચકોને આનંદ આપીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જગતમાં સમયે માનવદેહમળે જીવને,જેને સમયે પ્રભુની કૃપાએ પાવનપ્રેરણા મળે
પકડેલ કલમથી સમયે પવિત્રરચના થઈજાય,જે કલમપ્રેમીઓને આનંદ આપીજાય
અવનીપરના માનવદેહને પ્રભુની કૄપા મળે,જે માતા સરસ્વતીની કૃપાય મળીજાય
માનવજીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રહે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય 
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
=========================================================================