December 5th 2023

પવિત્રભાગ્યવિધાતા

........
.            પવિત્ર ભાગ્યવિધાતા  

તાઃ૫/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
હિંદુ ધર્મમાં માનવદેહના ભાગ્યવિધાતા,પવિત્રસંતાન ભોલેનાથના કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપાએ જેમને,પવિત્ર ગણપતિથી જન્મ મળી જાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
જગતમાં જીવને સમયે જન્મમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન જન્મ લઈ જાય 
અનેકપવિત્રદેહથી જન્મલીધો પ્રભુએ,જે જીવનાદેહને ભક્તિમાર્ગે પ્રેરી જાય
જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહમળે,જે સમયે જીવને મુક્તિઆપીજાય 
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
પવિત્ર શંકરભગવાન પવિત્રદેવ છે,જેમને શિવલીંગપર દુધઅર્ચનાકરી પુંજાય
હિંદુ ધર્મમાં જેમને ભોલેનાથ મહાદેવ,અને માતા પાર્વતીના પતિદેવકહેવાય 
જગતમાં બમબમભોલે મહાદેવથી વંદનકરી,પવિત્રસંતાન શ્રીગણેશને પુંજાય
જન્મથી મળેલ દેહથી સમયે ગણપતીને,ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
માતા પાર્વતીના એ પવિત્રનંદન કહેવાય,સંગે કાર્તીકેયના ભાઈપણ કહેવાય
ભગવાનએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેદેશનેપવિત્રકરીજાય
જગતમાં હિંદુધર્મપવિત્રધર્મ છે,જેમાં ભગવાનની પુંજાકરવા મંદીરપણ બંધાય
દુનીયામાં અનેક પવિત્રહિંદુ મંદીરોથયા,જ્યાં સંતોસેવકોઅને ભક્તોમળીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
####################################################################