April 26th 2024
*****
*****
પવિત્રકૃપાથી મળે
તાઃ૨૬/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસ પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળી જાય
જીવનમાં નાકોઇજ આશા કે અપેક્ષા અડી જાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર નિખાલસપ્રેમથી જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને મળી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેહથી જન્મલીધો ભગવાનેભારતદેશમાં,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળી હિંદુભક્તોને,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
શ્રધ્ધાથી ભગવાનને પગે લાગી ધુપદીપ પ્રગટાવી,દીવો કરી પ્રભુની આરતી કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની માળા જપી,સમયે પરમાત્માની પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.\\
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%