September 26th 2008

સંત જલારામની ભક્તિ

                 સંત જલારામની ભક્તિ

તાઃ૨૫/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
યમરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.

જગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
મળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.

બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.

નીત સવારે આનંદ લહેરાય જ્યાં જલારામ ભજાય.

જરુર જીવને મુક્તિ મળશે જ્યાં જલારામ ભજાય.
યજમાનનો સત્કાર થાય જ્યાં જલારામ ભજાય.

હોમ હવન સદા થાય જ્યાં જલારામ ભજાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment