પ્રભાતમાં સ્મરણ
પ્રભાતમાં સ્મરણ
.તાઃ૪/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરસ્વતીનુ સ્મરણ કરુ ને પુંજા લક્ષ્મીજીની
ગણપતીને કરીહું વંદન,જીવની મુક્તિ માગુ.
…….સરસ્વતીનુ સ્મરણ કરુ.
કૃપા મળે મા સરસ્વતીની,બુધ્ધિ સુધરી જાય
ભક્તિનો સહવાસ મળે,ને પાવન જીવનથાય
મળશે જીભનેવાચા પ્રેમની આગણેસૌ હરખાય
આશીશ,પ્રેમને સ્નેહમળે જ્યાં માની પુંજાથાય
……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
વરસે વર્ષા લક્ષ્મીની જ્યાં પ્રેમથી વંદન થાય
પુંજનઅર્ચન થાયમાતાના ત્યાં હેતસદાઉભરાય
કૃપામાની મળીજતાં,સાચીભક્તિએ ધનખોબાય
આંગણે આવે ના ભિક્ષુક તોય દાન પ્રેમનાથાય
……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
ગણપતિને વંદન કરતાં ભાગ્ય લખાવુ હું મારું
મહેનતકરુહુ પાવનદ્વારે આવે જીવસાથે સઘળુ
લેખ લખેલા મિથ્યાથાયને મુક્તિ જીવની આવે
વિધીના વિધાન સુધરે જ્યાં ગણેશજી મલકાવે
……સરસ્વતીનુ સ્મરણ કરુ.
ૐ સરસ્વત્યાય નમઃ,સુર્યોદયના સહવાસે સ્મરાય
ૐ શ્રીમ નમઃ ૐ શ્રીમ નમઃ મા લક્ષ્મીને વંદાય
ૐ ગં ગણપતયે નમઃ કરતાં જીવને આનંદ થાય
સાચીમાયા પ્રભુપ્રીતથી,જે અંતે જીવને મળીજાય
……. સરસ્વતીનુ સ્મરણ કરુ.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼