September 2nd 2009

દેહનુ અપમાન

                   દેહનુ અપમાન

તાઃ૧/૯/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારીથી ભડકીનેએ ચાલે,ને નારીથી દુર જ ભાગે
આવે અવનીપર નારીથી,તોય નારીને ના સમજે
એવા ભગવુ ધારી જ ભાગે, નારીની કાયાને જોતા
અવળી આરીત દેખાવની,છે નારી દેહનુ અપમાન
                                ………. નારીથી ભડકીનેએ.
મળતી માણસાઇ પ્રીતમાં,દેહના ભુલાય છે ભાન
કોની કેવી ભક્તિ પ્યારી,ના સાધુતામાં સમજાય
નારીને ના નમન કરે,તોય મંદીરમાં નારી શોભે
મુર્તિ માતાજીની રાખીને,એ નારીથી જ દુર ભાગે
                                  ………નારીથી ભડકીનેએ.
મળે જ્યાં માનવ દેહ, ત્યાં માડીને સન્માન મળે
કુટુંબકબીલે શોભતી,ઉજ્વળ જીવન સંતાને દેતી
પિતાપુત્રની આ રીત જગમાં માતાથી જ દેખાય
આગળ ચાલે છે જગમાંએ,ને દ્વારે પાવન દેખાય
                                 ………નારીથી ભડકીનેએ.
પ્રાણ મુકે રાધામાં એ,જગમાં નારીદેહ છે કહેવાય
કપડાં કાયમ સાધુ બદલાવે,તોય નારીથીએભડકે
સમજ માનવની ક્યાંની, જે ભગવે બદલાઇ જાય
પરમાત્માની દ્રષ્ટિ છે એક,ના નર કે નારીમાં ભેદ
                                 ……..નારીથી ભડકીનેએ.

++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment