September 7th 2009

અદભુત ઔષધ ‘શિવામ્બુ’

મારા વ્હાલા વાંચક મિત્રોને Labour Day ની અમુલ્ય ભેંટ.

તાઃ૭/૯/૨૦૦૯                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

         અદભુત ઔષધ

                                 ‘ શિવામ્બુ’

      (મારા પોતાનો જ અનુભવ છે જે હુ વર્ષોથી કરુ છુ.)

             આણંદમાં એક જ  વ્યવસાયમાં સંકડાયેલ શ્રી મહેન્દ્રભાઇ શાહ જે
ચાર્ટડ  એકાઉન્ટન્ટ હતા તેમની ઓફીસમાં આમ તો ઘણીવાર   N.D.D.B.
ના કામ અંગે જવાનુ થતુ હતું.૧૯૮૨ના માર્ચ માસની ૧૭મી તારીખે તેમને
ત્યાં ગયો ત્યારે કામ પત્યા પછી મને કહે પ્રદીપ આ શિવામ્બુના પ્રયોગનુ
મેગેઝીન છે તુ વાંચજે  ધણુ ઉપયોગી જાણવાનુ મળશે.આપણા વડાપ્રધાન
શ્રી મોરારજીભાઇ દેસાઇ આ પ્રયોગ કરે છે.આ મેગેઝીન વડોદરામાં શિવામ્બુ
કાર્યાલય છે ત્યાંથી આવે છે. વાંચીને પછી પાછુ આપજે તો બીજાને પણ
આપી શકાય.
              આ મેગેઝીન વાંચ્યા પછી મોરારજી દેસાઇને N.D.D.B. માં
પ્રથમ વખતે  જોયેલા તે યાદ આવ્યુ.લાલ ટામેટા જેવા ઉંમરને પાછળ
મુકીને આવ્યા હોય તેવા દેખાતા હતા.ચોપડી વાંચ્યા પછી મેં તે પ્રયોગ
શરુ કર્યો. આને ગામઠી ભાષામાં પેશાબનો ઉપયોગ પણ કહી શકાય.

 * સવારનો ચાર વાગ્યા પછીનો પહેલો પેશાબ શરુઆતનો થોડો જવા
દેવાનો ત્યારબાદ એક ગ્લાસમાં લેવાનો અને છેલ્લો થોડો જવા દેવાનો
અને તે ગ્લાસ પી જવાનો અને ત્યારબાદ દાતણ કરવાનુ. આ પ્રયોગથી
પેટ સાફ થશે,મોંમાં દાંતનો કોઇ જ રોગ થશે નહીં.શરીરની અંદર રહેલ
પ્રવાહી તકલીફોનુ નિરાકરણ પણ થઇ જશે.
૧૯૯૨ની દીવાળીના દીવસે હાથમાં કોઠી લઇ બાળકોને બતાવવા જતા
કોઠી હાથમાં જ ફુટી ગઇ ચામડીના બે પડ બળી ગયા.બધુ જ પડતુ મુકી
હાથ સહીમાં બોળી દીધા.થોડી રાહત થતાં બર્નોલ લગાવી દીધુ. બીજે
દીવસે ડીક્ટરને ત્યાં પણ ગયો.ત્રીજા દીવસથી દરરોજ સવારસાંજ તેની
પર પેશાબ લગાડવાનો શરુ કર્યો.મહીના પછી ડૉકટરને પણ આશ્ચર્ય થયુ.
કોઇ પ્રકારનો  ડાઘ કે નિશાની પણ હાથમાં બળ્યાની ન હતી.
      અત્યારે અમેરીકામાં પણ દરરોજ સવારે આ પ્રયોગ ચાલુ જ છે.અહીં
આવ્યા  ત્યારે બે વર્ષ લોકોના કહેવા પ્રમાણે વિટામીનની ગોળીઓએ ખાધી
પણ પછી સંત પુ.જલારામ બાપા અને પુ.સાંઇબાબા પર વિશ્વાસ રાખી મારો
જુનો પેશાબનો પ્રયોગ શરુ કરતાં કોઇ દવા,વિટામીન કે તાકાતની ગોળીઓ
ખાવાની કે પૈસા બગાડવાની જરુર જ પડતી નથી.કોઇ ડોક્ટર કે કોઇ વિમાની
પણ જરુર નથી અને લેતો પણ નથી.
પેશાબનો ઉપયોગ શરીર પર થયેલ કોઇ પણ ઘા પર,મચ્છર કરડે કે જીવાત
તે પર પણ લગાડવાથી રાહત થાય છે અને સૌથી મોટો ફાયદો તેની કોઇ
આડી અસર નથી કે નથી કોઇ એક્સ્પાયર ડેટ.
      પેશાબના પ્રયોગમાં જેમ યોગમાં શ્રધ્ધા રાખીને કરતાં યોગ્ય પરીણામ
 મળે તેમ આ પ્રયોગમાં મળે જ છે.

નોંધઃઉપરોક્ત અનુભવ મારો પોતાનો છે અને તે હુ જેમ ભક્તિમાં શ્રધ્ધા
          અને વિશ્વાસ રાખુ છુ તેમ જ શિવામ્બુ પ્રયોગમાં પણ રાખુ છુ.

કોઇપણ વાંચકને આ અંગે વધારે જાણવું હોય તો હાલ અમદાવાદના
લેખક શ્રી જુગલકિશોરભાઇએ   aarogyam111.com   વેબસાઇટ પર
શિવામ્બુ  કાર્યાલયના  આ મેગેઝીન  વાંચકો માટે મુક્યા છે  જે ઘણાજ
ઉપયોગી થશે.  શિવામ્બુ કાર્યાલય વડોદરામાં આવેલ છે.

સૌ વાંચક મિત્રોને હ્યુસ્ટનથી  પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ. 
###################################