September 2nd 2009

દેહનુ અપમાન

                   દેહનુ અપમાન

તાઃ૧/૯/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારીથી ભડકીનેએ ચાલે,ને નારીથી દુર જ ભાગે
આવે અવનીપર નારીથી,તોય નારીને ના સમજે
એવા ભગવુ ધારી જ ભાગે, નારીની કાયાને જોતા
અવળી આરીત દેખાવની,છે નારી દેહનુ અપમાન
                                ………. નારીથી ભડકીનેએ.
મળતી માણસાઇ પ્રીતમાં,દેહના ભુલાય છે ભાન
કોની કેવી ભક્તિ પ્યારી,ના સાધુતામાં સમજાય
નારીને ના નમન કરે,તોય મંદીરમાં નારી શોભે
મુર્તિ માતાજીની રાખીને,એ નારીથી જ દુર ભાગે
                                  ………નારીથી ભડકીનેએ.
મળે જ્યાં માનવ દેહ, ત્યાં માડીને સન્માન મળે
કુટુંબકબીલે શોભતી,ઉજ્વળ જીવન સંતાને દેતી
પિતાપુત્રની આ રીત જગમાં માતાથી જ દેખાય
આગળ ચાલે છે જગમાંએ,ને દ્વારે પાવન દેખાય
                                 ………નારીથી ભડકીનેએ.
પ્રાણ મુકે રાધામાં એ,જગમાં નારીદેહ છે કહેવાય
કપડાં કાયમ સાધુ બદલાવે,તોય નારીથીએભડકે
સમજ માનવની ક્યાંની, જે ભગવે બદલાઇ જાય
પરમાત્માની દ્રષ્ટિ છે એક,ના નર કે નારીમાં ભેદ
                                 ……..નારીથી ભડકીનેએ.

++++++++++++++++++++++++++++++++++++++

September 2nd 2009

નિરાળી શક્તિ

                   નિરાળી શક્તિ

તાઃ૧/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી, જીવને શાંન્તિ દે
આધીવ્યાધી ભાગે દુર,જીવ સદા રહે ચકચુર
                              ……..ભક્તિની શક્તિ છે.
માયામોહ તો ભાગે દુર,ના રહે જીવે કોઇ ભુખ
પરમાત્માનો પામીને પ્રેમ,રહે જીવન ઉજ્વળ
                              ……..ભક્તિની શક્તિ છે. 
કુદરતની કરુણા પામી,જ્યાં જીવે મહેર આવી
પ્રેમ જીવને પામીલેતા,ના કહેણ કોઇના રહેતા
                              ……..ભક્તિની શક્તિ છે. 
નાશવંત દેહની માયા, ભક્તિએ જ દુર ભાગે
રામનામની માળા જપતા,જીવે આનંદ આવે
                              ……..ભક્તિની શક્તિ છે.
મળતી કાયાનીમાયા,જગમાં જીવે વળગીરહે 
મુક્તિનાદ્વાર ખુલે,ભક્તિની એ નિરાળી શક્તિ 
                              ……..ભક્તિની શક્તિ છે.
પડતી માયાની દ્રષ્ટિ,ત્યાં કાયા નબળી લાગે
ભાગે માયા છોડી દેહને,જ્યાં ભક્તિ હાલે સામે
                              ……..ભક્તિની શક્તિ છે.

===============================