September 17th 2009

જીંદગીના પગથીયા

                    જીંદગીના પગથીયા

તાઃ૧૬/૯/૨૦૦૯                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનુષ્ય જીવન મળતા જીવને,જગે મળી ગયા સોપાન
સમજી વિચારી ચાલે પકડી,મળીજાય જગમાં સન્માન
                                       ……..મનુષ્ય જીવન મળતા.
જન્મ મળતા મળે પ્રથમ સોપાન જેને માબાપ કહેવાય
અવનીપરના આગમનમાં સૌપ્રથમ તેમને પગે લગાય
બાળપણથી બહાર નીકળતા,જીવને મળે બીજુ  સોપાન
પગે લાગી પ્રેરણા દેતા ગુરુજીને હૈયે અતી આનંદ થાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
જુવાનીના પાયાને પક્ડી, જ્યાં મનથી જ મહેનત થાય
સોપાન ત્રીજાએ પામવા દ્રષ્ટિ પ્રભુની ઘરમાંદીવો થાય
બારણુ ખોલતા સુર્યદર્શને મળીજાય જીવનેચોથુ સોપાન
ઉજ્વળ પ્રભાતને પારખી  લેતા જીવ આનંદે જ મલકાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
પાંચમુ સોપાન જીવની મુક્તિ કાજે પ્રભુને શરણે જવાય
જીવની દરેક પળને પારખવા જગમાં તે દયાળુ કહેવાય
સોપાન છઠુ જગમાં ઉત્તમ,જ્યાં વડીલને સન્માન દેવાય
મળી જાય જ્યાં આશીર્વાદ જ મનથી જીવન મહેંકી જાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
જીવનમાં માનવતા મહેંકાવવા સાતમુ સોપાન ચઢાય
સંતની આશીશ મેળવી લેવા સાચા સંતની સેવા થાય
અંતે આવે સોપાન આઠમું જ્યાં માનવ જીવન હરખાય
પતિપત્નિને સંતાનનીસાથે ઉજ્વળ ભવિષ્ય છે વર્તાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ