September 6th 2009

ભવિષ્યની ભાળ

                  ભવિષ્યની ભાળ

તાઃ૬/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જ્યારે દેહ મળે, જન્મ મળ્યો કહેવાય
આંગણે આવી ખુશી રહે,માબાપ ત્યાં હરખાય

સંતાન માયા જગમાં એવી,સૌને વળગીજાય
મોહપ્રેમની એવી દ્રષ્ટિ,આનંદ જીવે દેતીજાય

કરુણાની જ્યાં કેડી મળે,જે પ્રભુ કૃપા કહેવાય
આનંદનો સંકેતમળે,ને ભવિષ્ય ઉજ્વળ થાય

પ્રેમઅનેરો મળતો સૌનો,બાળપણ વિદાયથાય
જુવાનીના જોશે આવી,ભણતર પણ મળીજાય

નાજુક દેહના બંધન મુકી, જન્મ સફળ ને કાજ
મહેનતમનથી માણીલીધી,સોપાનચઢવાઆજ

આવી જ્યારે સમજણમને,પારખી લીધોમેં કાળ
પવિત્રપાવન જીવનદીસે,એજ ભવિષ્યની ભાળ

********************************************

September 6th 2009

કાગળ મળ્યો

                                કાગળ મળ્યો.

તાઃ૫/૯/૨૦૦૯                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

       ગોમતીના દરબારનો દીકરો ભણતર માટે અમેરીકા આવવાની
લાયકાત મેળવતાં અહીં આવી ગયો. ભણતર ચાલુ કર્યુ  એકાદ વર્ષ
થતાં માબાપને  લોકોના કહેવા પ્રમાણે અમેરીકામાં  છોકરો રહે તેવા
વિચારો આવતાં દરેક  કાગળમાં તેને ત્યાં રહેવા માટે વધારે લખે..
આજે દીકરાનો કાગળ આવ્યો………

   બાપુજી,,,,

ગ્રીન કાર્ડની ગભરામણમાં મેં તો પરણી લીધુ છે અહીં
હીન્દુ છોકરી ના મળતા મેક્સીકનને કૉર્ટમાંપરણ્યો જઇ 
                                ……..ગ્રીન કાર્ડની ગભરામણમાં.
સિંદુર કે ના કંકુ ચોખા કે ના જરુર પડી કોઇ પંડીતની
ચોપડી પકડી હાથમાં ને કહી દીધુ આ મારી બૈરી થઇ
ના આશિર્વાદની જરુરપડી કે ના ઓઢણી કે પટોળાની
જ્યારે ટાય બાંધી ગળે મેં લાગે ગળુ મારું પકડાઇ ગયું
ના છટકશે  જીભ મારી કે ના કોઇ રહેશે જીવનમાં બારી
                              ……….ગ્રીન કાર્ડની ગભરામણમાં.
કાર ચલાવતો થયો ત્યારે મને લાગ્યુ  હુ થયો વિદેશી
દેશીથી દુર રહેતો થયો ત્યારથી આવી જ્યારથી બૈરી
ઉઠે સવારે દસવાગે ને ન્હાય સાંજે આવેનોકરી પરથી
માળા સાંજે હું ફેરવું ત્યાં તો આવે મીટનુ ખાણુ લઇને
ગંધાય ઘરમાં તાજુમાંસ ના આરો કોઇ એ ખાયત્યારે
                                ……….ગ્રીન કાર્ડની ગભરામણમાં.

+++++++++++++++++++++++++++++++++++++

September 6th 2009

પ્યારી સુગંધ

                           પ્યારી સુગંધ

તાઃ૫/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોગરાની માયા મને ને ગુલાબની પાંદડીઓથી
સુગંધનીપ્રસરે લહેર જગમાં જ્યાંખીલે તાજાફુલ 
                                            ……મોગરાની માયા મને.
કુદરતના આ સંસારમાં માનવ મન સદા મલકે
પામર જીવને મહેર મળે જ્યાં પ્રેમના ખીલેપુષ્પ
                                            …….મોગરાની માયા મને.
મજધાર મહી નામન લલચાયે કે નામોહ વળગે
પ્રેમ પ્રસરે જગમાં એવો નામાગણી મનમાં ઝંખે
                                           …….મોગરાની માયા મને.
શણગાર સજ્યા મેં દ્વારે એવા પરમપિતા પધારે
મનમાંરાખી પ્રેમ જલાસાંઇથી કરુહુ ભક્તિ વધારે
                                         ……..મોગરાની માયા મને.
મોગરાની મધુર મહેંક એવી ભક્તિની શીતળતા
ગુલાબની પાંદડી પાવન ઉજ્વળઘર બને મંદીર
                                        ……. મોગરાની માયા મને.
કુદરતની છે કરુણા નિરાળી જીવને દે ઉજ્વળતા
પ્રકૃતિનો પ્રેમ મળે જીવને જ્યાં નાશ્વંત દેહ નમે
                                        ……. મોગરાની માયા મને.

================================