September 11th 2009

આવરે માડી

                       આવરે માડી

તાઃ૧૦/૯/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવાગઢથી માકાળકા,ને અંબાજીથી માઅંબા
નવરાત્રીના નોતરે, મા આવજો હ્યુસ્ટન રમવા
                            ………પાવાગઢથી માકાળકા.
ગરબે ઘુમતી નાર,મા તારા પ્રેમે ગુણલા ગાય
આંખને મીંચી મનથી,મા તારાએ દર્શન કરતી
પગલેપગલે નારી મંદીરના સોપાન મા ચઢતી
કરજે કરુણા દ્રષ્ટિ ને દેજે હૈયે પ્રેમ ભરેલી પ્રીતી
                            ………પાવાગઢથી માકાળકા.
મા ઢોલનગારા વાગે છે,ને દાંડીયા વાગે સાથે
ઝાંઝર છુમકે ત્યારે,તારા પગલાં પાવન લાગે
લાલ રંગની ચુંદડી ને કંકુ પણ રંગ લાવે લાલ
જીવન જ્યાંમાનાચરણે જાણે અમૃત મળ્યુઆજ
                            ……..પાવાગઢથી માકાળકા.
આવજે દ્વાર અમારે માડી તું દર્શન દેવાને કાજ
આરાસુરની અંબા પધારેને પાવાગઢથી કાળકા
નવરાત્રીના નવદીવસની પુંજા સ્વીકારવાઆજ
પવિત્ર પ્રેમ ભાવના રાખીને કરીએ આરતીસાથ
                            ……..પાવાગઢથી માકાળકા

<><><><><><><><><><><><><><><><><><><>

September 11th 2009

માતાના મંદીરે

                માતાના મંદીરે

તાઃ૧૦/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારા આંગણે આવી માતા,સિંદુર કંકુ છે કપાળે
કરુણા કરજે પામુ જીવન,ભરથાર સદા સથવારે
                            …….તારા આંગણે આવી.
ચુંદડી માથે જગે પહેરાવી,સાચવી સદા તુ રાખે
પળપળના પ્રેમના વાદળ,તુ સદા રાખજે સાથે
મળે માનવતાનો પ્રેમ મને,ના દેખાવ કદીઆવે
રહેજે સંગ પળે પળ માડી,રહે પતિપ્રેમ પણસંગે
                            …….તારા આંગણે આવી.
ગરબા મા તારા હુ ગાતી, સહેલીઓ પણ ઘુમતી
તાલી તાલમાં લેતા ગાય, ઘુમે મા ગબ્બરવાળી
ચુંદડી મા ચમકાવજે ઘરમાં,પ્રેમ મળે મને સૌનો
પગલે પગલે શક્તિ દેજે,ને જીવન ઉજ્વળ કરજે
                            …….તારા આંગણે આવી.
નવરાત્રીના પવિત્રદીનો,મા તારા ગુણલા ગાવા
સખી સહેલીઓ સંગે આવે,મા કરુણા તારી લેવા
જન્મ સફળ ને જીવન ઉજ્વળ, મળે તારા શરણે
દેજે કરુણા ભક્તિસ્વીકારી,દ્રષ્ટિપ્રેમની પણ કરજે
                             …….તારા આંગણે આવી.

+++++++++++++++++++++++++++++++++++++