September 13th 2009

ઢોલ નગારા

                        ઢોલ નગારા

તાઃ૧૩/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ નગારા વાગતાં ગામમાં, માનવ સૌ મલકાય
આવ્યો અવસર પ્રેમનોઆજે,જેની રાહસદા જોવાય
                             ……….ઢોલ નગારા વાગતાં.
ભક્તિ કેરા દ્વાર જ ખુલતા,કુંપળ પ્રેમનીછે લહેરાય
આવે ભક્તો દ્વારે દોડી,ને હારતોરા હાથમાં  દેખાય
રામનામની ધુન મચાવી,જીવનપ્રેમ મ્હાલવા કાજ
શાંન્તિ પામી જીવ મલકાય,પ્રભુ ભજન કરવાસાથ
                               ……..ઢોલ નગારા વાગતાં.
બહેનો આવે દોડી માણવા, અવસર અનેરો જે આજ
કંકુ ચોખા ને ચુંદડી માથે,છે માની પુંજા કરવા કાજ
સિંદુર કપાળે શોભે નારીને,આવેએ તાલીઓના તાલે
ઉમંગ આજે  એવો અનેરો, જેનો જોઇએ સૌને  લ્હાવો 
                              ………ઢોલ નગારા વાગતાં.
માડી તારા આગમનની,રાહ સદા જગજીવન છે જુએ
પામવા તારો પ્રેમ સદા મા, ભક્તિ પગલા તારા ધુએ
મનમંદીરના દ્વાર ખોલીને,કરુણા પામવા મનથી પુંજે
આવજે માડી દેવાપ્રેમ,ને માણજે ભક્તોનો અખંડપ્રેમ
                                ……..ઢોલ નગારા વાગતાં.

<><><><><><><><><><><><><><><><><><><><

September 13th 2009

સહેલીઓના સંગે

                     સહેલીઓના સંગે

તાઃ૧૨/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ વાગે મૄદંગ વાગે, અને મંજીરા દે તાલ
આવો આજે ગરબે ઘુમવા, થઇ આવો તૈયાર
                      ……..સહેલીઓ ગરબે રમવા આજ
માડી તારા ગુણલા ગાતા,હૈયે હરખ ના માય
દેજે કરુણા દ્રષ્ટિ અમપર,ગરબા તારા ગવાય
પ્રીત રાખી પ્રેમ પામવા,તુ દેજે અમને લગાર
આવી સહેલીઓ ગરબા ગાવા હૈયે રાખી હામ
                        …….સહેલીઓ ગરબે રમવા આજ.
ચાચર ચૉક માની માડી,આવજે અમારે દ્વાર
પ્રેમ ભાવથી દીપ કરીને,ગરબા ગઇએ આજ
તાલીઓના તાલેમાડી,પ્રેમભક્તિ કરવા કાજ
ચુંદડીના સથવારે રહીને, રહેજે જીવન સાથ
                        ……..સહેલીઓ ગરબે રમવા આજ.
નવરાત્રીના નવલા દિને,કરજે કરુણા અપાર
ભક્તિ તારી પ્રેમથી કરીએ,ગુણલાગાતાઆજ
આવજેમાડી આશીશદેવા,ઉજ્વળ જીવનકાજ
ગરબાતારાગાતાપ્રેમથી,અમને હૈયેમાંવિશ્વાસ
                         ……..સહેલીઓ ગરબે રમવા આજ.

જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા.