September 9th 2009

દ્રષ્ટિની અસર

                     દ્રષ્ટિની અસર

તાઃ૮/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેવી દ્રષ્ટિ જગમાં,કોઇથી ના કહેવાય
પડે દેહ પરએ જ્યારે,અસર થતાં વરતાય
                       …….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સંતાનેપડે દ્રષ્ટિ માબાપની,ઉજ્વળ જીવનથાય
મનમહેનત ને ધ્યેયસાચવતા,સિધ્ધિ મળીજાય
મુંઝવણ ભાગે બારણેથી,ના પાછુ વાળી જોવાય
સદા શાંન્તિનો સાથ રહે,ને મનમાં આનંદ થાય
                      ………કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સાચા સંતની પડે જો દ્રષ્ટિ,જીવને શાંન્તિ થાય
આત્માના કલ્યાણની કેડી દેહને મળતી જ જાય
સંસારની સરગમમાં પણ,મળે ભક્તિના સોપાન
માતાપિતાને સંતની દ્રષ્ટિએ,જીવને શાંન્તિથાય
                       …….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
મેલીશક્તિની પડે દ્રષ્ટિ,ત્યાં જીવને મુંઝવણ થાય
તકલીફો લટકીને ચાલે,માર્ગે વ્યાધીઓ મળીજાય
એકને થોડી દુરકરી ત્યાં,બીજી મોટીજ આવી જાય
ડગલેપગલે મેલીદ્રષ્ટિ,જીવનમાં નિરાશા દેતીજાય
                     ……….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
ભણતર ભક્તિને ભાવના,જીવને મળી જો જાય
આધીવ્યાધી ભાગે દુર,નાકદી જીવનમાં દેખાય
પરમાત્માની જ્યાં પડે દ્રષ્ટિ,જીવ સ્વર્ગે જ જાય
જન્મમરણથી મુક્તિમળતાં,જીવનો ઉધ્ધાર થાય
                        ……..કોની કેવી દ્રષ્ટિ જગમાં.

((((((((((((((()))))))))))))))))(((((((((((((())))))))))))))