September 10th 2009

પતિપત્નીનો પ્રેમ

                         પતિપત્નીનો પ્રેમ

તાઃ૯/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિને  માની પરમેશ્વર,મેં ઘરમાં પગલુ માંડ્યું
મળીગયા માનસન્માન,ને જીવનઉજ્વળ લાગ્યું
                        ………પતિને  માની પરમેશ્વર.
મંડપમાં જ્યાં પગલાં માંડ્યા,સંસારની પકડી કેડી
મળેલ સંસ્કારને સાચવી, માબાપને ઘેરથી નીકળી
મોટાને સન્માન જ આપવું, ને નાંનાને દેવુ વ્હાલ
મળી જાય વર્ષાપ્રેમની,ને જીવનપણ ઉજ્વળથાય
                          …….પતિને  માની પરમેશ્વર.
મળી માબાપની પ્રીત ન્યારી,જે પકડી રાખી આજ
લાગણીના ઉભરાને રોકતી, જીવન સાચવવા કાજ
માન મળે ને પ્રેમ પણ મળે,જ્યાં હદમાં છે હરખાય
પતિ પ્રેમને પામી લેતી,જ્યાં થાકી આવે પળવાર
                         ……..પતિને  માની પરમેશ્વર.
જીવના બંધન જગમાં  મળે,ને માનવ દેહ લેવાય
સાચી સેવા પ્રીતમાં જ છે,જે અનુસરે મળી જાય
વંદન સાચાસંતને શોભે,ને ઘરમાંપ્રીત પતિદેવને
માન સન્માન આવે દોડી,જ્યાં સંસ્કાર મળી જાય
                         ………પતિને  માની પરમેશ્વર.

*)*)*)*)*)*)*)*)*(*(*(*(*(*(*(*)*)*)*)*)*)*)*(*(*(*(*(*(*