February 2nd 2010

મહેનતનુ ફળ

                           મહેનતનુ ફળ

તાઃ૧/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનથી કરુ મનથી કરુ,જીવન ઉજ્વળ કરવા મથુ
શ્રધ્ધાનો સહારો રાખી,મહેનત હું તન મનથી કરુ
                      ……… તનથી કરુ મનથી કરુ.
વંદન હુ માબાપને કરુ,આશીર્વાદે પગલુ હુ ભરુ
સરળતાનો સહવાસ રહે,ને કામનિર્મળ બની રહે
પાવન પગલાં બનીરહે,જ્યાં વડીલોની કૃપામળે
સફળતાના બારણા ખુલે,મહેનત મનથી થઇ રહે
                     ………..તનથી કરુ મનથી કરુ.
ભણતરના દ્વાર ખોલતા, સદગુરુનો જ્યાં પ્રેમ મળે
સહવાસ ને સંગાથ સાચે,જીવન ઉજ્વળ બનીરહે
હૈયેથી મળેલ હેત તનને, સાર્થક જીવન કરીજ દે
મહેનત ખંતથી કરતાં,સાચી રાહ જીવન માણી લે
                         ………તનથી કરુ મનથી કરુ.
સંસારની સીડીએ ચાલતા,ડગલે ડગલુ સાચવી ભરે
નિરાશાની ના આશા કોઇ,સફળતા દ્વારે આવી મળે
જીવનની સરળતા સંગે,પ્રભુ ભક્તિમાં મન પણ રહે
મહેનત મનથીકરતાં,ના દમડીની માયા જીવે વળગે
                           ……… તનથી કરુ મનથી કરુ.
જીવનની કેડીએ ચાલવા,તન મનથી એ જીવી લીધી
સાચો રસ્તોદીધો માબાપે,ને ગુરુજીના મળ્યાઆશીર્વાદ
સંતથી મળ્યા સંસ્કાર જીવે,ને ભક્તિએ દીધા સોપાન
મહેનતની સાચીરીતમાણતા,મળ્યો જીવનેપાલનહાર
                             ……..તનથી કરુ મનથી કરુ.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment