February 10th 2010

લફરુ લાંબુ

                         લફરુ લાંબુ

તાઃ૧૦/૨/૨૦૧૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લફરુ દેહને વળગે જ્યાં,ત્યાં લાંબુ ટુંકું ચાલે 
કયુ લફરુ કેટલુ  લાંબુ,તે દેહના બંધને આવે 
                  ……….લફરુ દેહને વળગે જ્યાં. 
સાથ દેવા સહકાર કરે,ત્યાં સમય આવે સાથે
ના ચાલે એ લાંબુ,એ લફરુ ટુંકું દેહને જ લાગે
કાયા તો ભઇ કામણગારી,ના માને જગ સારુ
ક્યારે વળગે ને કેટલુ,એ તો સમય ભઇ જાણે
                     ………લફરુ દેહને વળગે જ્યાં.
સમજદાર લફરુ મળે,ત્યાં તકલીફ કોઇ નાઆવે
કામ પુર્ણ થતાં જાય બીજે,ના ફરી કદીએ આવે
દેહનાલફરાં એવાજગમાં,જ્યાંજીંદગી લટકીજાય
મૃત્યુ પામતા વળગી રહે,જે જન્મેજન્મ મેળવાય
                       ………લફરુ દેહને વળગે જ્યાં.
અંતરના લફરાંની રીતનિરાળી,ના જગે એ દેખાય
જીવની સાથે સંગી રહે એ,ને પ્રેમ પ્રેમથી જ થાય
ભક્તિના લફરામાં રહેતાં,જીવને શાંન્તિ મળી જાય
ના સમાજનાસગપણ,કે ના અવનીનાફરી એંધાણ
                        ………લફરુ દેહને વળગે જ્યાં.

###############################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment