February 21st 2010

હરાવી દીધી

                       હરાવી દીધી

તાઃ૨૧/૨/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી મારી અહીં તહીં જાય છે,
                     ના મળે દેહને કોઇ મુકામ;
વાત વાતમાં અહંમ આવે દોડી,
                      જે જીવનને જકડાઇ જાય.
                       ………..મતી મારી અહીં તહીં જાય.
સાચી રાહ જીવનની શોધવા એ,
                    ભટકે ચારે દીશાઓ હરવાર;
મળતાં મળતાં એ છટકી જાય,
                   જ્યાં મને અહંમ આવતો હોય.
                        ……….મતી મારી અહીં તહીં જાય.
સમય પકડવાની ના સમજ,
                    તોય નિરખવા ઉંચા સોપાન;
એક ડગલુ માંડવા માટે મારે,
                    સહારો શોધવા જવું દ્વારે દ્વાર.
                      …………મતી મારી અહીં તહીં જાય.
મતીને ના ભઇ ઓળખ કોઇ,
                    જ્યાં ત્યાં ભટકી ચાલી જાય;
કુદરતની આ અજબલીલા,
                   જગતમાં જીવને હરાવી જાય.
                         ……….મતી મારી અહીં તહીં જાય.
પકડી કેડી મહેનતની સાચી,
                 સમયે સમયે ધીમે પકડી લીધી;
આવી હૈયામાં જ્યાં પ્રભુપ્રીત,
                 માનવી જીંદગી મેં હરાવી દીધી.
                         ……….મતી મારી અહીં તહીં જાય.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment