ચપટી સિંદુર
ચપટી સિંદુર
તાઃ૧/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચપટી સિંદુર મારા માથાનું,મારા જીવનનો પ્રકાશ
મારા રહેજો સદાય કપાળે,ને દુઃખડા ભાગે બધાય
                       ……….ચપટી સિંદુર મારા માથાનું.
બંધન દેહના મળેછે સૌને,જ્યાં જન્મ જગે મેળવાય
સાચી પ્રીત નિરાળી લાગે,જે સદાય દીલથી દેવાય
મળે નારીને ભરથાર જીવનમાં, ત્યાં કેડીને પકડાય
સિંદુરની કિંમત સાચવતાં,પ્રેમ સંસારના મળીજાય
                      ………..ચપટી સિંદુર મારા માથાનું.
મળેલપ્રેમ માબાપનો સંતાનને,સંસ્કાર સિંચી જાય
દીકરી બની સાર્થકજન્મે,પતિના પ્રેમની સંગીથાય
મળેલ દેહના બંધન જગતના,ના કોઇથીય છોડાય
પ્રેમ પતિનો મળી ગયો,જ્યાં ચપટી સિંદુર સેંથાય
                     …………ચપટી સિંદુર મારા માથાનું.
=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=