December 28th 2010

ચાર ચાંદ

                           ચાર ચાંદ

તાઃ૨૮/૧૨/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

હથેળીના ચાર ચાંદને તો,ના કોઇથીય જોવાય
સમય સંગે મહેનતલેતાં,અર્થ તેનોજ સમજાય
એવી જગતમાં આ લીલા,જે કુદરતની કહેવાય
                        ……….હથેળીના ચાર ચાંદને.
જીવન મળતા જીવને,સંગે સદાચાર મળી જાય
આવતા આંગણે વડીલોના,આગમન પ્રેમે થાય
સંસ્કારની આકેડી જીવનમાં,પ્રથમ ચાંદ કહેવાય
મળી જાય આશીર્વાદથી,જે ગમે ત્યાં ના દેખાય
                       ………..એવી જગતમાં આ લીલા.
વધતી જીવનની આશાઓને,સમજીને પુરી થાય
લાવે વ્યાધીને તાણીસંગે,એવી ઇચ્છા ના રખાય
સંતોષની કેડી મળતાં,હાથમાં બીજો ચાંદ દેખાય
જેને મેળવી લેતાં જીવને,સરળજીવન મળી જાય
                     …………એવી જગતમાં આ લીલા.
સોપાન ચઢવા જીવનના,દેહે ભણતરને પકડાય
શ્રધ્ધા રાખી મેળવી લેતાં,પાવન કર્મ થતા જાય
મળે જ્ઞાનની જ્યોત જીવનમાં,ત્રીજો ચાંદ દેખાય
લેખ લખેલા પાવન થાય,ને સન્માન મળી જાય
                     ………..એવી જગતમાં આ લીલા.
દેહ જીવના આ બંધન મળે,જ્યાં લગી જન્માય
હોય પાપી કે પરોપકારી,ના કોઇનાથી છટકાય
ભક્તિકરી કૃપામેળવતાં,હાથે ચોથો ચાંદ દેખાય
રામનામનુ રટણ કરતાં,જન્મ સાર્થક થઈ જાય
                      ……….એવી જગતમાં આ લીલા.

++++++++++++++++++++++++++++++