December 26th 2010

કુદરતની કળા

                         કુદરતની કળા

તાઃ૨૬/૧૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર મહેંક  ધરતીની મળે,ને સંગે પવનની લહેર 
જન્મ સફળ લાગે જીવને,પાવન થાય જીવ અનેક
                      ……….મધુર મહેંક ધરતીની મળે.
કરુણા સાગરની મળે કૃપા,ત્યાં મોહમાયા જાય દુર
શાંન્તિનો સહવાસ મળતાં,મન ભક્તિમાંરહે આતુર
મારું તારું ના કદીય વળગે,એ છે પ્રભુકૃપાના મુળ
આવીપ્રેમ મળેસ્નેહીઓનો,ધન્ય જીવન થાય મધુર
                       ……….મધુર મહેંક ધરતીની મળે.
સુર્યોદયનો સાથ છેસૌને,જે ભજીલે પ્રભાતે પળવાર
કુદરતની આ અજબ કળા છે,જે સમજી લે એકવાર
જીવની એકઓળખ નિરાળી,દેહથી નાકદી સમજાય
અંતનજીક આવતાંદેહનો,કુદરતની કૃપાએ પરખાય
                        ……….મધુર મહેંક ધરતીની મળે.

`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`