વીતેલો સમય
વીતેલો સમય
તાઃ૭/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનના આ દરીયામાં,મળેલ દેહ એક વહાણ છે
સમય સાચવી હલેસુદેતા,જગે મળે સરળ સ્નેહ છે
………જીવનના આ દરીયામાં.
શીતળ લહેરે સરળતા મળે,ને વ્યાધીઓ રહેશે દુર
મનને શાંન્તી મળી જશે,અને ના રહેશે કોઇ ભુખ
પ્રેમની પાવક જ્વાળા મળતાં,મોહતો ભાગશે દુર
વીતેલ સમય બનશે યાદ,ત્યાં કૃપાય મળશે જરૂર
………જીવનના આ દરીયામાં.
ઉગમણી ઉષાને પુંજતાજ,સંધ્યા સરળ થઈ જાય
પારખીલેતાંઆજને,આવતીકાલ ઉજ્વળ થઈજાય
પ્રભુભક્તિનો તાંતણોએવો,જે જન્મસફળ કરીજાય
દેહપડતાં જીવનોજગપર,પ્રભુથી સ્વર્ગે બોલાવાય
……..જીવનના આ દરીયામાં.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx