સાચી દવા
સાચી દવા
તાઃ૧૨/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહના દુઃખની દવા જગતપર,નાણાં ખર્ચતા મળી જાય
અંતરના દુઃખનીદવા અવનીએ,સાચા પ્રેમથી મેળવાય
………..દેહના દુઃખની દવા જગત પર.
સાદી સીધી વ્યાધી દેહનેમળે,જે સાચાવૈદ થકીપકડાય
મળી જાય એકાદ ચુર્ણ પડીકે,જે દેહના દર્દને ગળીજાય
અસર આડી કદીક થાય તો,બીજી તકલીફોમાં ફસવાય
એકથી બચવા જતાં દેહને,બે વણમાગી વધુ મળીજાય
………..દેહના દુઃખની દવા જગત પર.
અંતરના દુઃખની દવા જગતમાં,ના પૈસાથી ભગાડાય
સાચી શ્રધ્ધાનો સથવાર મળતાં,એ પ્રેમથી ચાલીજાય
સ્નેહની વર્ષા જો વરસે દેહ પર,તો અંતર મલકી જાય
આશીર્વાદની એક ટપલીએ,અંતરના દુઃખ ભાગી જાય
………. દેહના દુઃખની દવા જગત પર.
====++++=====+++++=====+++++====++++==