December 23rd 2010

જીવનની ગાડી

                           જીવનની ગાડી

તાઃ૨૩/૧૨/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ ચાલતી આ ગાડી જીવનની,માનવતાએ મેળવાય
ઉજ્વળતાનો સહવાસ લઇને,અનંતઆનંદ માણી લેવાય
                  …………સરળ ચાલતી આ ગાડી જીવનની.
સંસારના બંધન છે નિરાળા,જ્યાં સગાસંબંધી મળી જાય
સુખદુઃખની સાંકળમાં રહેતાં,દેહે પાવન પ્રેમ આવી જાય
મીઠીમધુર વાણી સાચવતાં,સૌના હૈયેથી પ્રેમ મળી જાય
એક આંગળી શોધતાં જીવનમાં,દેહેને ધણા હાથે ટેકાવાય
                    ………..સરળ ચાલતી આ ગાડી જીવનની.
માગણીસાચી પરમાત્માથી કરતાં,સરળતાથી એ સહવાય
વ્યાધી દુર રહે દેહથી સદાય,જ્યાં જલાસાંઇ ભજી લેવાય
મનને લાગી માયા ભક્તિની,જીવનની ગાડી ચાલી જાય
સરળ સ્નેહની જીંદગી મળતાં,પાવન કર્મનો સંબંધ થાય
                 ………… સરળ ચાલતી આ ગાડી જીવનની.

#%##%##%##%##%##%##%##%##%##%##