મારું તારું
મારું તારું
તાઃ૨૫/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા ઝગડો દીઠો,ત્યાં આ નાનોદેહ મુંઝાય
ક્યાંથી હું ફસાયો અહીં,સૌ મારું તારુંમાં જ ઝપટાય
………જન્મ મળતા ઝગડો દીઠો.
આંખ ખોલતા એ જુએ છે,માની આંખોમાં અશ્રુધાર
પિતાનો અવાજ ગુંજતો કાનમાં,ગણ ગણાતો જાય
સમજણના બે વાદળ છે,તોય તિરસ્કારને સમજાય
આંસુ જોઇ માતાનીઆંખમાં,બાળકને સમજાઇ જાય
………..જન્મ મળતા ઝગડો દીઠો.
સીડી માનવતાની પકડી,માણસાઇમાં જીવી એજાય
મહેનત મનથી કરી જીવતા,પ્રભુ કૃપાનેય મેળવાય
કદીકભુલથી મળીજાય ટેકો,તો જીંદગી આખી ટોકાય
મારું તારું માર્ગે મળતાં,આખુ જીવન નર્ક બની જાય
…………જન્મ મળતા ઝગડો દીઠો.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=