December 17th 2010

મધુર મહેંક

                     મધુર મહેંક

તાઃ૧૭/૧૨/૨૦૧૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેંક મળે જીવનમાં,તો થઈ જાય ઉધ્ધાર
કઈ મહેંક ક્યારે મળે,જે દઈ જાય સહવાસ
                      ……….મહેંક મળે જીવનમાં.
માનવ જીવન જીવતાં,જો માનવતા મહેંકાય
મળે જ્યાં માનવ પ્રેમ,ત્યાં ઉજ્વળતા દેખાય
જીવનસંગીનો પ્રેમ મળતાં,હર્યુભર્યુ ઘર થાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવન મહેંકી જાય
                        ………મહેંક મળે જીવનમાં.
મોહમાયાનો સંગ લેતાં,સધ્ધરતા ભાગી જાય
દેખાવની દુનીયા પકડાતાં,મનડુંય ડગી જાય
મહેંકનો અણસાર ના મળેતો,જીવન નર્ક થાય
અંતેતો મળે કુદરતનીસોટી,જે ઝીલીના શકાય
                          ………મહેંક મળે જીવનમાં.
મળે મહેંક મોગરાની,ત્યાં શ્રીજલારામ હરખાય
ભક્તિનો એદોર મળે,જેથી જીવન સાર્થક થાય
છુટેબંધન કળીયુગના,ને માનવતા મહેંકી જાય
મધુરમહેંક મળતાકળીયુગે,જન્મસફળ પણથાય
                            ………મહેંક મળે જીવનમાં.

=============================