December 29th 2010

ગુજરાતી પ્રેમ

                             ગુજરાતી પ્રેમ

તાઃ૨૯/૧૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાન્તીભાઇ કહે કેમ છો,ને ભોગીભાઇ તો છે ભાવનાવાળા
સતીશભાઇનો સાગર પ્રેમ,ને મણીભાઇ મધુરવાણીવાળા
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈદે પ્રેમ માગતા પહેલા

જીભ દીધી છે પરમાત્માએ,ને સાથે મન વચન ને વાણી
જન્મ લેતા સાથેજ આવે,ક્યાં વપરાય નાકોઇએ તે જાણી
શીતળતાનો સહવાસ કુટુંબમાં,ને ભાઇ ભાંડુમાં અતિ પ્રેમ
પળપળ પ્રેમને સાથેરાખી,સુખદુઃખમાં સાથે રહેછે હેમખેમ
એવી નિર્મળ ભાવના રાખી,ગુજરાતીજ જગમાં જીવે એમ
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈ દે  માગતા પહેલા પ્રેમ

મધુર મીઠી ભાષા અમારી,શબ્દે શબ્દમાં મળીજાય છે સુર
ૐ શબ્દથી પ્રેમ ઉભરે હૈયે,જે દઈ દે જીવને ભક્તિ ભરપુર
માનવતાને માણતા જીવો,સંગે રહેવા ના રહે કોઇથીએ દુર
કૃપાના વાદળ હમેશાં વહે,ને સંત સહવાસે ખુલે ભક્તિ દ્વાર
મુંઝવણ ભાગે આવતાપહેલાં,ને જીવને શાંન્તિ પળપળથાય
એવા આ ગુજરાતી ભઈ સારા,જીવનો જન્મ સાર્થક કરીજાય

*********************************