સાંઇનામ
સાંઇનામ
તાઃ૩૦/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇનામનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિ થાય
ભજન કરતાં પ્રેમ ભાવથી,દેહનુ કલ્યાણ થાય
………..સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
નિત્ય સવારે ધુપદીપથી,ઘર પણપાવન થાય
મોહમાયાના છુટે બંધન,ને કળીયુગ ભાગીજાય
સ્નેહની જ્યોતજલે સાંઇથી,ઉજ્વળ જીવનથાય
પ્રેમની કેડી મળી જતાં,પ્રભુશીવ ભોલે હરખાય
………. સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
માળાહાથમાં સ્મરણ સાંઇનું,પ્રેરણાય મળી જાય
મતી જીવને મળે શ્રધ્ધાની,ત્યાં કર્મપાવન થાય
સાંઇનામના સ્મરણ માત્રથીજ,બાબા આવી જાય
દઈજાય દેહને આશીર્વાદ,જન્મ સફળ થઈ જાય
…………સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%