શેરડીના બાબા
શેરડીના બાબા
તાઃ૧૦/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવથી આંગળી ચીંધી,કરવા જીવોનું કલ્યાણ
સંસારી બંધન સાચવી જીવને,મળે મુક્તિએ સંગાથ
………ભક્તિભાવથી આંગળી ચીંધી.
પકડી આંગળી જ્યાં બાબાની,ના કોઇ ભેદભાવે સંતાય
ના હિન્દુ ના મુસ્લીમ અહીંકોઇ,સૌ છે કુદરતના સંતાન
જીવન ઉજ્વળ બનવા જ લાગે,જ્યાં મારું તારું છોડાય
આંગળી ચીંધી શેરડીના બાબાએ,છે અલ્લાહ ઇશ્વર એક
………..ભક્તિભાવથી આંગળી ચીંધી.
ભક્તિમાં એવી શક્તિ છે,જે સાચી માનવતા દઇ જાય
લોભ,મોહ નેમાયા ના મળે,જ્યાં શરણે બાબાને જવાય
જન્મ સફળ ને ઉજ્વળ જીવન,જે સંસારમાં મહેંકી જાય
પાવન કર્મ થઈજતાં દેહે,અંતે જીવ સ્વર્ગે પહોંચી જાય
……….ભક્તિભાવથી આંગળી ચીંધી.
===============================