સરગમની લીલા
સરગમની લીલા
તાઃ૧૬/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમજ બધી છે સહુને,પણના એ વાપરે છે બહુ
મિથ્યા વાપરીને કરવી,એમ સમજે છે જગે સૌ
કામણ ગારી કાયાને રાખીને,વકરી ગયા છે સૌ
સમજણસાચી નાવાપરતાં,રખડી પડ્યા છે બહુ
રમતગમતથી પ્રેમ રાખીને,લવડી રહ્યા છે બહુ
સમજણ નથી સમજણ નથી,તેમ બબડે છે સૌ
સાથ ના દેતા કોઇને એતો,જાણે મળી ગયુ બહુ
પડે ખાડામાં જ્યારે તે જોઇને,ખુશી થાય છે સૌ
ગબડી પડતાંજ ખાડામાં,શોધતાંજગે સહારો સૌ
આંગળી પકડી કોઇબચાવે,તેવુ વિચારીલેતા બહુ
સહારો બનવું ના કળીયુગે,દુર ભાગે તેનાથી સૌ
ધરમ કરતાં ધાડ પડે,ત્યાંજ મુશીબતો આવે બહુ
મનથી મહેનત કરતાંજગે,આગળપાછળ દોડે સૌ
સફળતાના સોપાન જોતાં,લાભલેવા આવે છે બહુ
મારુમારુ કહેતાહતાં,તેહવે આપણુ કહેતા થયા સૌ
કેવી લીલા કુદરતની આ,હવે સમજતાં થયા બહુ
અને અંતે……
ગણવા દોડે દમડીને દેહે,સમજે છે જગમાં એ સૌ
મળી જાય જ્યાં માગેલી,રખડે ત્યાં માગનાર બહુ
+++++++++++++++++++++++++++++