December 9th 2010

પ્રીત સાચી

                           પ્રીત સાચી

તાઃ૯/૧૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીત સાચી પરમાત્માથી,જ્યાં જીવને થઈ જાય
મળે જીવને કૃપાપ્રભુની,આજન્મ સફળ થઈજાય 
                   ……….. પ્રીત સાચી પરમાત્માથી.
જન્મ મળતાં જીવને,જગતમાં  ઝંઝટ મળી જાય
દેહના સંબંધ સાચવતાં,ના ભક્તિય સાચી થાય
શરણુ લેતાં જ જલાસાંઇનું,ભક્તિદ્વાર મળી જાય
મોહમાયા દુરજતાં જીવને,સાચી રાહપણ દેખાય
                   …………પ્રીત સાચી પરમાત્માથી.
પ્રીત સાચી સહવાસીથી,ત્યાં સંસારઉજ્વળ થાય
પ્રેમ મળે જ્યાં એક બીજાનો,ના કોઇ દુઃખ દેખાય
સંતાનનો સાચો પ્રેમ લેતાં,માબાપ પણ હરખાય
નિર્દોષ પ્રેમનીકેડી મળતાં,મોહમાયા ભાગી જાય
                   …………પ્રીત સાચી પરમાત્માથી.
સમજણ સાચી પ્રીતની,જે પ્રભુ કૃપાએ મેળવાય
માયાના બંધન છુટતાંજ દેહના,પ્રભુપ્રીત દેખાય
સંતોની સાચી ભક્તિરાહે,કર્મનાબંધન છુટી જાય
મળીજાય સેવા પ્રભુની,ત્યાં જન્મમરણ ટળીજાય
                     ……….પ્રીત સાચી પરમાત્માથી.
બાળકના બંધન છે વ્હાલા,જે પ્રીત સાચી કહેવાય
મળતાં સાચોપ્રેમ માબાપનો,ત્યાં રાહપવિત્ર થાય
જાગી જતાં આ દેહથી,સાચી જીંદગીંય મળી જાય
લાગે જ્યાં માયાપ્રભુની,પ્રીતનીવર્ષા વરસી જાય 
                    ………..પ્રીત સાચી પરમાત્માથી.

++++++++++++++++++++++++++++++