આશીર્વાદની છત
. . આશીર્વાદની છત
તાઃ૨૮/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનની માયા છે જગની કાયા,એના સરળતાએ સમજાય
જીવને જકડી ચાલતી કેડી,આશીર્વાદની છતથી તુટીજાય
. …………..મનની માયા છે જગની કાયા.
કરતાં કામ જીવનમાં મનથી,ત્યાં કર્મના બંધન છે બંધાય
મુક્તિના દ્વાર ખુલતાં જીવના,એ જીવ દેહથી અળગો થાય
કદીકની લાગતી માયા દેહને,જીવ સુખદુઃખમાં ભટકાવાય
મનથી મળતાં આશીર્વાદ દેહને,જીવની ઝંઝટ ભાગી જાય
. …………..મનની માયા છે જગની કાયા.
આશા અપેક્ષા દુર રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થઇ જાય
અંતરથી મળે આશીર્વાદ સંતના,પાવનકર્મ થતા જ જાય
છત મળે જ્યાંપરમાત્માની,ત્યાં જીવે શુધ્ધ્તા મળતી જાય
અંતરમાં એઉમંગ વરસે,ના કોઇથીય એને મુખથી કહેવાય
. ………….મનની માયા છે જગની કાયા.
======================================