September 4th 2011

આંખ મારી

.                    .આંખ મારી

તાઃ૪/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આંખ તો મારીજ છે,ના આંખ કોઇનેય મેં મારી
કુદરતને  હું નિરખી જાણું,ના કોઇને ક્યાંય એવાગી
.                          ………….આ આંખ તો મારી જ છે.
સરળ સ્નેહની સાંકળ મળે,જ્યાં સઘળુય સરળ દેખાય
પાવન કર્મને નિરખી પારખતાં,ના માગેલુ મળી જાય
સરળસૃષ્ટિની રચનાજોતાં,આંખે ટાઢક પણ થઈ જાય
મારી આંખોને પાવનદ્રષ્ટિ,સંતોની સેવાએ મળી જાય
.                           ………….આ આંખ તો મારી જ છે.
કળીયુગ કેરી રાહે ચાલતાં,ક્યાંક આંખ મારી જવાય
જ્યાંપડે પકડેલ ડંડો બરડે,ત્યાંદોષ આંખોનો કહેવાય
દેહનેમળતાં ઉંમરનોસંગ,આંખ બંધ ઉઘાડ પણ થાય
ના મનની કોઇ ભાવના ઇચ્છા,તોય આંખ મારી જાય
.                         …………….આ આંખ તો મારી જ છે.

++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment