September 16th 2011

કુદરત કેવી

.                કુદરત કેવી

તાઃ૧૬/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના સોટી રાખે કદી હાથમાં,કે ના કદી કોઇજ દે ઠપકાર
માનવતાની જ્યાં છુટે કેડી,ત્યાં કુદરત નારાજ જણાય
.                         …………….ના સોટી રાખે કદી હાથમાં.
કૃપા કુદરતની સૃષ્ટિ પર છે,સૌ  જીવોને મળતી જ જાય
અભિમાનની  આડી કેડીએતો,સઘળુ વ્યર્થ થતુય દેખાય
વાણી વર્તન વિચાર બદલાતાં,જગે માનવી વકરી જાય
અંત લાવવા અણ સમજનો,ત્યાં કુદરત પણ રૂઠીજ જાય
.                              …………ના સોટી રાખે કદી હાથમાં.
અધીક વર્ષા કે અધિક વાયુ,એ પરમાત્માની સરળ સોટી
અતિ તાપથી કળતી કાયા,ના માનવ મોહમાયાને જોતી
શીતળતાની લહેર લઈલેતાં,દેહને અતુટ તકલીફો મળતી
પ્રભુ ભક્તિનો એક આશરો,જીવને ક્યારેક એ શાંન્તિ દેતી
.                            …………..ના સોટી રાખે કદી હાથમાં.

+++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment