May 4th 2012

આફત

                   .આફત

તાઃ૪/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આફત આવી દોડી ઘરમાં,ના સમય કે વેળાને સમજાય
કદીક દીધેલી થોડીતકલીફોએ,નિરાશ જીવનમાંથવાય
.                        ……………….આફત આવી દોડી ઘરમાં.
સરળતાની કેડી હતી ,તોય ના મનને કોઇ માર્ગ દેખાય
સમજવાની વાત ના ફાવે,ત્યાંજ આફતો અથડાઇ જાય
અહંકારનીચાદર ઓઢતાં,જીવનમાં દુઃખસાગરછલકાય
ના કોઇ સહારો મળે જીવનમાં,ના સાથ કોઇનો મેળવાય
.                        ……………….આફત આવી દોડી ઘરમાં.
ઢોલનગારા વાગતાહોય ત્યારે,ઉત્સાહ આનંદને સહેવાય
શાંતિ મનને ના માગે મળતાં,આ ભવસાગર સુધરી જાય
પડતાં એક ડંડો જ આ દેહે,ના કોઇનો સાથ પણ મેળવાય
આફતોની આવે હેલી જીવનમાં,ત્યાં જીવન નર્ક બનીજાય
.                         ………………આફત આવી દોડી ઘરમાં.

=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment