અધોગતિ
. .અધોગતિ
તાઃ૧૦/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને અધોગતિ,જ્યાં પાપને પુણ્ય છે સમજાય
આવી જીવ અવનીએ ભટકે,ના જગે તેનાથી છટકાય
. …………….મળે જીવને અધોગતિ.
વાણી વાપરતાં વિચારે,ને જીભ પર રાખે જે લગામ
ના કોઇનો શાપમળે દેહને,કે નાકોઇ વ્યાધીઅથડાય
મળેસૌનોપ્રેમ જગતમાં,નેજીવન સફળતાએજીવાય
પ્રભુ કૃપાને વડીલની આશિષ,તે જીવોને મળી જાય
. ……………..મળે જીવને અધોગતિ.
વર્તન માનવ જીવનમાં,એ છે ઉજ્વળતાનું સોપાન
નાના મોટાને સમજીને રહેતા,સાથ સૌનો મેળવાય
આગળ પાછળનો સંચાર મળે,ને સરળ જીવન થાય
અવનીપરનાઆગમનને અંતે,સ્વર્ગીયસુખ મળીજાય
. ……………..મળે જીવને અધોગતિ.
===================================