આપતી ગઈ
. .આપતી ગઈ
તાઃ૨૫/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને મળેલ શાંન્તિ જીવનમાં આનંદ આપતી ગઈ
સમજણ સાચી પામી લેતા નિર્મળતા આપતી ગઈ
તનથી કરેલ મહેનત ઘરમાં લક્ષ્મી આપતી ગઈ
નિર્મળતાનો સંગ રાખતા મને શાંન્તિ આપતી ગઈ
સ્નેહની સાચીસાંકળ પકડતા જગે પ્રેમ આપતી ગઈ
પ્રીતનીકેડી મનથી પકડતા સાચોસ્નેહ આપતી ગઈ
સરળ ભાવનાએ પેન પકડતા લખાણ આપતી ગઈ
મળી હ્યુસ્ટનમાં લેખકોની પ્રીત પ્રેરણા આપતી ગઈ
ઉજ્વળતાની રાહ મળતા જીવને સ્નેહ આપતી ગઈ
પ્રેરણા આવી દ્વાર ખોલતા કલમને રાહ આપતી ગઈ
આજકાલની ચિંતા છોડતા જીવને કેડી આપતી ગઈ
જલાસાંઇની સાચીભક્તિ નિખાલસતા આપતી ગઈ
મોહમાયાની કેડીને છોડતા સુખશાંન્તિ આપતી ગઈ
સાચી રાહ જીવને મળતા પ્રભુની કૃપા આપતી ગઈ
===============================