August 29th 2020

બજરંગબલીજી

દરેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે કરો બજરંગબલી ના આ વિશેષ મંત્રનો જાપ - Gujjumoj | DailyHunt

.                .બજરંગબલીજી     

તાઃ૨૯/૮/૨૦૨૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી બળવાન જગતમાં,શ્રી રામના પરમભક્ત પણ કહેવાય
ભક્તિસાગરમાં જીવન જીવતા,સીતાજીને લંકામાં શોધી બચાવીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
માતા અંજનીના એ પવિત્ર સંતાન,અને પિતાજી પવનકુમાર કહેવાય
અજબ શક્તિ હતી તેમના હાથમાં,જે પર્વતને ઉચકીનેજ લાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષ્મણને,મેલીશક્તિથી બચાવવા ઉડીને આવીજાય
પવિત્ર ઉપાય લઈને આવ્યા,જે સ્નેહાળ શ્રી રામનો કૃપા પામી જાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડી ચાલતા,સીતાજીને લંકામાં શોધી જાય
શ્રીરામ અને લક્ષ્મણને સાથ આપતા,ઉંચકીને તેમને લંકામાંલાવી જાય
રાજા રાવણની કુબુધ્ધીના સાથથી,અંતે લંકામાંજ રાવણનુ મૃત્યુ થાય
હનુમાનજીની અજબશક્તિના સંગાથથી,ભગવાન રામનીકૃપા મળીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
=============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment