February 10th 2021
***
***
. કૃપા મળી
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા હીરાબાની,દુનીયામાં નરેંદ્રભાઈની ઓળખાણ થાય
પવિત્રરાહ પકડતા ગુજરાતીઓની,શાન જગતમાં લાયકાતથીજ વધારી જાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
અનંત આનંદ થાય ગુજરાતીઓને,જગતમાં અનેક પવિત્ર કર્મથી એ દેખાય
મળેલ જન્મને સંબંધ છે થયેલકર્મનો,જે અનેકરાહથી દેહને કર્મ કરાવી જાય
પાવનકૃપા હિરાબાની જે ચાની લારી છોડાવી,સન્માનથી શાન વધારી જાય
મુખ્યપ્રધાન થયા ગુજરાતના,જે સમાજમાં ગુજરાતીઓનુ સન્માન કરાવીજાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
મળેલ માનવદેહથી સમાજમાં,શ્રધ્ધાથી રાહપકડતા નાકોઈ તેમને આબી જાય
આજકાલને સમજી ચાલતા નરેંદ્રભાઈ,કલમનીકેડી સહિતસમાજને સાચવી જાય
થઈ રહેલ કર્મને નાકોઈ રોકી શકે,કે ના કોઇ તેમની લાયકાતનેય રોકી જાય
અદભુતશાન ગુજરાતીઓની જગતમાં,જે તેમની ભારતના વડાપ્રધાનથી દેખાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
*****************************************************************
No comments yet.